<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

આગામી 24 કલાક માટે નવસારી,સુરત અને તાપીમાં રેડ એલર્ટ : ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત્ રહી શકે

અમદાવાદ :  આગામી 48 કલાક સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ યથાવત્ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત્ રહી શકે છે. હાલ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓ હાલ જળબંબાકાર જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી 24 કલાક માટે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી,સુરત અને તાપીમાં રેડ એલર્ટ છે. એટલે આગામી કલાકોમાં આ જિલ્લાઓમાં 8થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે

(6:38 PM IST)