News of Friday, 29th August 2025
રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ : સૌથી વધારે તાપી જિલ્લાના ડોલવણમાં 6.5 ઈંચ ખાબક્યો
ચમહાલના શહેરામાં 4.25 ઈંચ વરસાદ: વલોદમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3.25 ઈંચ વરસાદ નોંધાયો: અન્ય 30 તાલુકામા એક ઈંચથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે રાજ્યમાં સાંજના 8 વાગ્યા સુધી 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે તાપી જિલ્લાના ડોલવણમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરામાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે. વલોદમાં 4 ઈંચ, ઉમરપાડામાં 3.25 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય 30 તાલુકામા એક ઈંચથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.
29 ઓગસ્ટના રોજ સવારન 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે તાપી જિલ્લાના ડોલવણમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના શહેરામાં સવા ચાર ઈંચ વરસાદ, વલોદમાં ચાર ઈંચ, ઉમરપાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ, અન્ય 29 તાલુકામા એક ઈંચથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે તાપી જિલ્લાના ડોલવણમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. પંચમહાલના શહેરામાં સવા ચાર ઈંચ વરસાદ, વલોદમાં ચાર ઈંચ, ઉમરપાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ, 26 તાલુકામા એક ઈંચથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં વરસાદનો જોર વધશે. આ આગાહી મુજબ: દક્ષિણ ગુજરાતમાં: સુરત, તાપી, નવસારીમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, અરાવલી, ખેડા, મહીસાગર, ભરૂચ, નર્મદા, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં: અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે, જ્યાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
