<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 1.14 લાખ ક્યુસેક તથા કરજણ ડેમના 3 ગેટ ખોલી 8,546 ક્યુસેક પાણી છોડાયું

નર્મદા ડેમમાંથી 1,14,360 ક્યુસેક પાણી છોડવામાં આવતા 27 ગામના લોકોને સાવચેત કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધ છલોછલ ભરાઈ જતા હાલમાં ડેમ  ૯૩ % જેટલો ભરાઈ ગયો છે.ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સામે હાલમાં ડેમની સપાટી 136.48 મીટર છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદા બંધની જળસપાટીમાં વધારો થતા નર્મદા ડેમના 5 દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 1,14,663 લાખ ક્યુસેક જેટલી છે.તેની સામે પાણીની જાવક હાલ 1,14,360  હજાર ક્યુસેક છે. ડેમમાં પાણીની આવકને ધ્યાને લઈને ડેમના 5 દરવાજા ખોલી 1,14,360 હજાર ક્યુસેક પાણી
છોડવામાં આવી રહ્યું છે. નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના 27 ગામના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જ્યારે કરજણ ડેમની આજની સ્થિતિ જોઈએ તો પાણીની આવક 8,546 સામે જાવક પણ 8,546 જ છે એટલે ડેમ ના 3 ગેટ ખોલી 8,546 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ડેમની સપાટી 109.70 મીટર નોંધાઈ છે. આમ નર્મદા જિલ્લાના બંને ડેમોમાંથી હાલ પાણી છોડવામાં આવતા નદી બંને કાંઠે વહેતી જોવા મળી છે.


 

(10:23 PM IST)