<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

રાજપીપળાની માત્ર ૯ મહિનાની દીકરી પેમ્પર્સ ડાયપરની જાહેરાતમાં પસંદ થતા પરિવારમાં ખુશી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં રહેતા આદિવાસી આગેવા અજયભાઈ વસાવાની ૯ મહિનાની દીકરી આર્યા વસાવાને પેમ્પર્સ  ડાયપર્સની જાહેરાતમાં પસંદગી  થતા પરિવારમાં ખુશી જોવા મળી છે.

      મળતી માહિતી મુજબ આદિવાસી સમાજના આગેવાન અજયભાઈ વસાવા કે જેઓ સમાજની કે અન્ય દરેક સે સેવાકીય પ્રવૃત્તિમાં આગળ હોય છે જેમાં બ્લડ ડોનેશન હોય કે કોઈ પણ સેવાના કાર્ય હોય તેઓ હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે તેમની ૯ મહિનાની દીકરી આર્યા વસાવાને યુટ્યુબ ચેનલ પર પેમ્પર્સની બેબી ડાયપરની જાહેરાતમાં પસંદગી થતાં આ નાનકડી દીકરી એ.પોતાના પરિવાર અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. આ દીકરી ને હજુ એક વર્ષ પણ પૂર્ણ નથી થયું અને તે એડમાં પસંદગી પામતા આદિવાસી સમાજમાં ખુબ ગૌરવ જોવા મળ્યું હતું


 

(10:21 PM IST)