તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
દિયોદરના ગોદા નજીક સામુહિક આપઘાત: એક મહિલા અને પુરુષ સહિત બે બાળકોએ કેનાલમાં છલાંગ લગાવી
મસાલી ગામનો યુવક અને સાંતલપુરના બૂરેઠા ગામની મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી

બનાસકાંઠાઃ દિયોદરના ગોદા નજીક સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ગોદા નજીક કેનાલમાં 4 લોકોએ મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં એક મહિલા અને પુરુષ સહિત બે બાળકોએ કેનાલમાં છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે દિયોદર પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે સ્થાનિક તરવૈયાઓએ ચારેય લાશ શોધી કાઢી હતી અને પોલીસે તેને પોસ્ટમોર્ટમ મામલે હોસ્પિટલ ખસેડી હતી.
બે પ્રેમીપંખીડાઓએ 2 નાના બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જેમાં મસાલી ગામનો યુવક અને સાંતલપુરના બૂરેઠા ગામની મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
