News of Saturday, 30th August 2025
હાલોલમાં આભ ફાટયા જેવી સ્થિતિ :4 કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો :જળબંબાકાર
વહેલી સવારથી જ મેઘો ધોધમાર વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા :રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

અમદાવાદ :વહેલી સવારથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં અતિભારે વરસાદ પડ્યો છે. ચાર કલાકમાં 8.4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. હાલોલ શહેર સહિત તાલુકામાં અનેક સ્થળે પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
આજે વહેલી સવારથી પંચમહાલ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. હાલોલમાં સવારે 6થી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર 8.4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 6.7 ઇંચ જ્યારે 8થી 10 વાગ્યા સુધીમાં 1.7 ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ મેઘો ધોધમાર વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
હાલોલના નિચાણાવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
