તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Saturday, 30th August 2025
રમત-ગમતમાં ખેલદિલી મહત્વપૂર્ણઃ ભુપેન્દ્રભાઇ રમતક્ષેત્રે ભારતના નવા સીમાચિホોઃ નરહરિ અમીન
ખેલ મહાકુંભ માટે ખેલાડીઓની નોંધણીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ કર્ણાવતી કલબ ખાતે સ્પોર્ટસ જર્નાલીસ્ટ એશો. દ્વારા રમતવીરોના સન્માન અને ખેલમહાકુંભ પ્રસંગે ભૂપેન્દ્રભાઇ પટેલ, નરહરિ અમીન, અજય પટેલ, સંદીપ સાંગલે, તુષાર ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહયા હતા.(૨.૨૧)
રાજકોટ તા.૩૦: નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ૨૦ જેટલા રમતવીરોને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, પદ્મશ્રી અને ટોકિયો ઓલમ્પિકમાં વેઇટલીફ્ટીંગમાં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન દ્વારા એવોર્ડ આપીને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ રમતગમતમાં ખેલદિલીને ખૂબ મહત્વપૂર્ણ ગણાવી હતી. રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અીમને જણાવેલ કે ભારતે રમતગમત ક્ષેત્રે નવા સીમાચિホો સ્થાપિત કર્યા છે. તેમાં ગુજરાતનું મહત્વનું યોગદાન છે.
આ પ્રસંગે ઇન્ડિયન ઓલમ્પિક એસોસીએશનનાં વાઇસ પ્રેસિડેન્ટ અને ગુજરાત સ્ટેટ કો.ઓ. બેન્ક અને અમદાવાદ ડીસ્ટ્રિક કો.ઓ. બેન્કનાં ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં ડાયરેક્ટર જનરલ શ્રી સંદિપ સાંગલે, સ્પોર્ટ્સ જર્નાલીસ્ટ એસોસીએશન ઓફ ગુજરાતનાં પ્રેસિડેન્ટ શ્રી તુષાર ત્રિવેદી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રિપલ ક્રિસ્ટી, સેક્રેટરીશ્રી નરેન્દ્રભાઈ પંચોલી, પેટ્રન શ્રી હિતેશભાઇ પટેલ (પોચી) તેમજ રમતગમત ક્ષેત્રે સંકળાયેલા ખેલાડીઓ અને કોચ ઉપસ્થિત રહ્યા હતા.(૨.૨૧)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
