News of Saturday, 30th August 2025
ગિરિમથક સાપુતારામાં મીની કાશ્મીર જેવું વાતાવરણ :પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી
ગાઢ ધુમ્મસ સાથે આવનારા પ્રવાસીઓ રીમઝીમ વરસાદ વચ્ચે મનમોહક વાતાવરણની મજા માણી રહ્યા છે.

વલસાડ : વરસાદી માહોલમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં મીની કાશ્મીર જેવું વાતાવરણ છે. સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસ છવાઈ ગયુ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે. સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર ધુમ્મસને કારણે ઝીરો વિઝિબિલિટીની પણ તકલીફ પડી છે. ધુમ્મસને કારણે નાસિક રોડ તેમજ ઘાટમાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અહીં આવનારા પ્રવાસીઓ રીમઝીમ વરસાદ વચ્ચે મનમોહક વાતાવરણની મજા માણી રહ્યા છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
