News of Saturday, 30th August 2025
રાજુભાઇ પ્રતાપભાઇ રાજદેવના ધર્મપત્ની દક્ષાબેનનું દુઃખદ અવસાનઃઅમદાવાદમાંઅંતિમયાત્રા નિકળી
સોમવારે અમદાવાદમાં અને રાજકોટ ખાતે પ્રાર્થનાસભા

રાજકોટઃ દક્ષાબેન (ઉ.વ. પ૯) તે રાજેશભાઇ (રાજુભાઇ) પ્રતાપભાઇ રાજદેવના ધર્મપત્ની તેમજ મનોજભાઇ, મનિષભાઇ, દિવ્યેશભાઇ, રાકેશભાઇ અને સોનલબેન મિતેશકુમાર મજીઠિયાના ભાભી તેમજ તેજસભાઇ તથા વૈશાલીબેન હિરેનકુમાર ઘેલાણી અને ખુશ્બુબેન અલ્કેશકુમાર ઠકકરના માતુશ્રીનું તા. ર૯, શુક્રવારના રોજ અમદાવાદ ખાતે દુઃખદ નિધન થયું છે. સદ્દગતની અંતિમયાત્રા આજે તા. ૩૦, શનિવારના રોજ સવારે ૧૦ કલાકે અમદાવાદના નિવાસસ્થાન ૧૦૯, સારથી બંગલો, સુભાષ ચોકની બાજુમાં, પૂજન હોસ્પિટલની સામે, મેમનગર થી વેજલપુર મુકિતધામ શ્રી નંદન નગર, જૂહપુરા, સ્મશાન ગૃહ ખાતે જવા નીકળી હતી, મોટી સંખ્યામાં કુટુંબીજનો, સગા વહાલાઓ અગ્રણીઓ જોડાયા હતા. સદ્દગતની પ્રાર્થના સભા તા. ૧/૯ ના સોમવારે સવારે ૯ થી ૧૦ સીંધુ ભવન હોલ, સીંધુ ભવન માર્ગ,મેંગો રેસ્ટોરન્ટ સામે,પીઆરએલ કોલોની, બોડક દેવ, અમદાવાદ ખાતે તેમજ એ જ દિવસે સાંજે ૪:૩૦ થી ૬ સુધી જનકલ્યાણ હોલ, શેરી નં. પ, જનકલ્યાણ સોસાયટી, સરદારનગર રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
