News of Saturday, 30th August 2025
ધોળકાના બદરખા ગામમાં વરસાદી આફત સર્જાઈ:તળાવ ઓવરફ્લો થતા રસ્તાઓ પર કમરસમા પાણી ભરાઈ ગયાં
આહવા કૂવા, વણકરવાસ, રબારીવાસ અને ઠાકોરવાસ વિસ્તારોમાં પણ પાણી ઘુસી જતાં પરિસ્થિતિ વધુ વિકટ બની: તળાવનું ગંદુ પાણી ઘરોની નજીક પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ જિલ્લાના ધોળકાના બદરખા ગામમાં વરસાદી આફત સર્જાઈ છે. ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તાઓ પર કમરસમા પાણી ભરાઈ ગયાં છે. આહવા કૂવા, વણકરવાસ, રબારીવાસ અને ઠાકોરવાસ વિસ્તારોમાં પણ પાણી ઘુસી જતાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. બળીયાદેવ મંદિર રોડ પર જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે, જ્યારે તળાવનું ગંદુ પાણી ઘરોની નજીક પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
પાણી ભરાવાને કારણે બાળકો છેલ્લા 10 દિવસથી સ્કૂલ જઈ શક્યા નથી. ચારેય તરફ પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરપંચ અને તંત્ર તરફથી હજુ સુધી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ નથી. લોકો તાત્કાલિક સમસ્યાનો નિકાલ આવે તેવી માગ કરી રહ્યા છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
