<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ત્રિશુલીયા ઘાટ પર પથ્થરો ધસી પડ્યા હોવાનો વીડિયો ફેક હોવાની અધિક કલેક્ટરે કરી પુષ્ટિ

“ફેક વીડિયો વાયરલ કરનાર સામે ફરિયાદ કરાશે” “ત્રિશુલીયા ઘાટમાં ગ્રીન નેટથી પ્રોટેક્શન વોલ ઊભી કરાઈ

બનાસકાંઠા: ત્રિશુલીયા ઘાટ પર પથ્થરો ધસી પડ્યા હોવાનો  વીડિયો વાયરલ થયા બાદ મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે સ્પષ્ટતા કરી છે. વીડિયો ફેક હોવાની અધિક કલેક્ટરે કરી પુષ્ટિ કરી છે. અધિક કલેક્ટરે જણાવ્યુ છે કે ત્રિશુલીયા ઘાટમાં પથ્થરો ધસવાની કોઈ ઘટના બની નથી. “ફેક વીડિયો વાયરલ કરનાર સામે ફરિયાદ કરાશે” “ત્રિશુલીયા ઘાટમાં ગ્રીન નેટથી પ્રોટેક્શન વોલ ઊભી કરાઈ”. યાત્રિકોને ભયમુક્ત વાતાવરણમાં યાત્રા કરવા અપીલ  કરાઈ છે 


 

(9:29 PM IST)