News of Saturday, 30th August 2025
દેડિયાપાડાના સજનવાવ કોતરમાં પાણીનો પ્રવાહ વધતા એક ભેંસ તણાઈ મોતને ભેટી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા ખૈડીપાડા ગામના સ્મશાન નજીક સજનવાવ ગામ તરફથી પસાર થતી સજનવાવ કોતરમાં એક ભેંસ પાણીમાં તણાઈ જતા મોત થયું હતું
મળતી માહિતી અનુસાર રમેશભાઈ શાંતીલાલ વસાવા (રહે.ખેડીપાડા ખૈડી ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા )નાઓ પોતાની એક ભેસ તથા બે બળદ તથા એક ગાય ને ખૈડીપાડા ગામની સીમમાં ચરાવવા ગયેલ અને ચરાવી પરત ધરે આવતા હતા ત્યારે સજનવાવની કોતર પસાર કરતી વેળા સજનવાવના કોતરમાં ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ અચાનક વધુ પ્રમાણમાં આવતા રમેશભાઈની એક ભેસ ઉ.વ.આ.૬ વર્ષની તણાઈ જતા મોત નીપજ્યું હતું. દેડિયાપાડા પોલીસે આ બાબતે નોંધ લીધી છે
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
