News of Sunday, 31st August 2025
દાહોદના વાંસીયા ગામે 2 એસટી બસ વચ્ચે જોરદાર ટકકરઃ બંને બસને નુકશાન
અકસ્માતમાં બન્ને એસટી બસના ડ્રાયવરને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા

દાહોદઃ દાહોદના વાંસીયા ગામે 2 એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સંજેલીથી ઝાલોદ તરફ જતી એસટી બસ વચ્ચે અકસ્માત થયો છે. ખરાબ વાતાવરણના કારણે વિઝિબલીટી ઘટના અકસ્માત સર્જાયો છે. જોકે આ અકસ્માતમાં એસટી બસ ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બંને એસટી બસને નુકસાન થયું છે.
બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એસટી બસને નુકસાન થયું છે. અકસ્માતમાં બન્ને એસટી બસના ડ્રાયવરને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા છે.
વરસાદી વાતાવરણમાં ધુમ્મસના કારણે બે બસનો અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતા બધાએ રાહત અનુભવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બંને એસટી બસને નુકસાન થયું છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
