News of Sunday, 31st August 2025
નર્મદા ડેમમાંથી 3.45 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરાયા
ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108માંથી 78 પગથિયા પાણીમાં ગરકાવ : કરનાળી ઘાટના પણ 110માંથી 80 પગથિયા પાણીમાં ડૂબ્યા ]

નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 3.45 લાખ ક્યુસેક પાણી નર્મદામાં છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ડભોઈ તાલુકાના અનેક ગામોને સતર્ક કરાયા છે. ચાંદોદ, કરનાળી, નંદેરીયા, ભીમપુરા સહિતના ગામોમાં એલર્ટ અપાયું છે. ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108માંથી 78 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. કરનાળી ઘાટના પણ 110માંથી 80 પગથિયા પાણીમાં ડૂબ્યા છે. સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા વહીવટી તંત્રની સૂચના આપી છે
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
