<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

કલોલમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

છેલ્લા 3 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગાંધીનગર : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી ગાંધીનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કલોલમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. છેલ્લા 3 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

 

(12:24 PM IST)