<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ગુજરાતમાં અકસ્‍માતનો સીલોસીલો યથાવતઃ ર લોકોએ જીવ ગુમાવ્‍યો

સાદપુરા ગામના ત્રણ લોકો હિટ એન્ડ રનનો ભોગ બન્યો હતો. સ્વીફ્ટ કારની ટક્કરે એકનું મોત અને બે લોકો ઘાયલ થયા હતા જયારે બીજા બનાવમાં સુરતમાં ઓલપાડ સ્‍ટેટ હાઇવે પર કન્ટેનર-બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવાર આધેડનું મોત

શંખેશ્વર હાઈવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં સાદપુરા ગામના ત્રણ લોકો હિટ એન્ડ રનનો ભોગ બન્યો હતો. સ્વીફ્ટ કારની ટક્કરે એકનું મોત અને બે લોકો ઘાયલ થયા હતા. શંખેશ્વરના પાવાપુરી જૈન મંદિરના ગેટ પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. શંખેશ્વરથી દશાડા જતી કારે 3 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. બેફામ કારે પગપાળા ચાલતા શ્રદ્ધાળુઓને ટક્કર મારી હતી. પીપળીધામ બાધા પુરી કરવા જતા શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. ઘટનાને લઈ શંખેશ્વર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ફરી એકવાર કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર-બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક સવાર આધેડનું મોત થયું હતું. કીમ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. કીમ પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. કીમ તરફ આવતા કન્ટેનર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો.

(2:25 PM IST)