News of Sunday, 31st August 2025
ચાણક્યપુરીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયોઃ બે કાર વચ્ચે જોરદાર ટક્કરઃ ફરીવાર રફતારનો કહેર જોવા મળ્યો
૧ વ્યકિત ઇજાગ્રસ્તઃ વહેલી સવારે એક કાર ફૂલ સ્પીડમાં સર્કલ સાથે અથડાઇ પછી જઈ રહેલી બીજી કારને ટક્કર મારી હતી

અમદાવાદઃ અમદાવાદના ચાણક્યપુરીમાં ફરીવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. ચાણક્યપુરીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે એક કારે અકસ્માત સર્જ્યો છે. ફૂલ સ્પીડમાં કાર સર્કલ સાથે અથડાઇ પછી જઈ રહેલી બીજી કારને ટક્કર મારી હતી. ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ચાણક્યપુરીમાં વહેલી સવારે કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો છે. સ્પીડમાં આવી રહેલા કાર ચાલકે વેગેનાર ગાડીને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કાર ચાલકે પહેલા સર્કલમાં ટક્કરમારી હતી બાદમાં ત્યા બાજુમાં જઈ રહેલી વેગેનાર ગાડીને ટક્કર મારતા કાર ગોથું મારી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
વહેલી સવારે થયેલા આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી. ચાણક્યપુરીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે એક કારે અકસ્માત સર્જ્યો છે. ફૂલ સ્પીડમાં કાર સર્કલ સાથે અથડાઇ પછી જઈ રહેલી બીજી કારને ટક્કર મારી હતી.એક વ્યક્તિને ઈજાઓ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત થતા લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોએ વેગેનાર કાર ચાલકને બહાર કાઢ્યો હતો.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
