<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા

દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ બંન્નેનું નિર્માણ થયું

અમદાવાદ : ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. જેમાં દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ બંન્નેનું નિર્માણ થયું છે. જે બિકાનેરથી પસાર થઈ રહ્યું છે. આ ઉપરાંત નોર્થ કોંકણ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેના કારણે આ સ્થિતિ આગામી સાત દિવસ સુધી રહે તેવી શક્યતા છે.  ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરી છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન પર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસર રાજ્ય પર વર્તાઇ રહી છે. ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી દક્ષિણના દરિયાકાંઠાના ભાગો માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના અપાઇ છે.

 

(6:02 PM IST)