News of Sunday, 31st August 2025
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ : સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સાયકલ રેલી
મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં ત્રિદિવસીય સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું સમાપન

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાષ્ટ્રીય ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. 29 ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિદિવસીય ઉજવણીના સમાપન પ્રસંગે આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ભવ્ય સાયકલ રેલી યોજાઈ હતી.
કુલ ૨૧ કિમીની સાયકલ રેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બસ સ્ટેન્ડથી પ્રારંભ થઈ નર્મદા માતા સર્કલ, આરોગ્યવન, બી.આર.જી ભવન, ભૂમલીયા, નર્મદા મુખ્ય કેનાલ, ટેન્ટ સીટી-૧, ટેન્ટ સીટી-૨ અને સરદાર સરોવર ડેમ માર્ગે ફરી બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઈ હતી.
આ રેલીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અધિકારી-કર્મચારીઓ, CISFના જવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો, મહિલા-પુરુષ ખેલપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી, નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક એસ. આર.પી એલ. પી ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ડી.બી. બારડ મામલતદાર ગરડેશ્વર તેમજ મામલતદાર મનીષભાઈ ભોઈ સહિત જિલ્લા અધિકારીઓ હાજર રહ્યા હતા
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
