<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

તિલકવાડાના રામપુરી ગામે જુગાર રમતા ૬ જુગારીઓને પોલીસે રૂ.૩૫,૨૭૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રામપુરી ગામે પોલીસે રેડ કરતા ત્યાં જુગાર રમતા નબીરાઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે

     મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમી ના આધારે રેડ કરતા રામપુરી ગામે પ્યારેસાબ નઝરખા ધોરી નાઓના ઘરની પાછળ આવેલ અડાળી પાસે ખુલ્લી જગ્યામા પોતાના આર્થીક ફાયદા સારૂ પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા (૧) જમીયતખાં કેસરખાં ડોડીયા (રહે. રામપુરી )(૨) રફીકખાં બસીરખાં ડોડીયા (રહે રામપુરી ) (૩) ઇકબાલખાં સહીદખાં ડોડીયા (રહે રામપુરી ) (૪) જહાંગીરખાં હનીફખાં ઘોરી (રહે રામપુરી ) (૫) કાશમખાં બસીરખાં ઘોરી, (રહે રામપુરી )(૬) પ્યારાસાબ નજરખાં ધોરી (રહે રામપુરી )નાઓ ને ઝડપી પાડ્યા હતા તેમની અંગ ઝડતીમાંથી રૂ.૧૦,૧૫૦/- તથા દાવ ઉપરના રૂ.૧,૬૨૦/- તથા મોબાઇલ નંગ-૦૬ કિ.રૂ. ૨૩,૫૦૦/-મળી કુલ કિ.રૂ.૩૫,૨૭૦/- ના મુદ્દામાલ સાથે તમામ ને પકડી ગુનો દાખલ કર્યો છ.

(10:26 PM IST)