<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

રાજપીપળા દેવ આશિષ સોસાયટીમાં રહેતા વ્યક્તિ ગુમ થતા પત્નીએ પોલીસની મદદ માંગી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની દેવ આશિષ સોસાયટીમાં રહેતા અને પોતે રિક્ષા ચલાવતા વ્યક્તિ ઘરેથી ક્યાંક ગયા બાદ ગુમ થતા તેમના પત્નીએ પોલીસમાં જાણ કરી મદદ માંગી છે

    મળતી માહિતી મુજબ પોલીસને જાણ કરનાર દક્ષાબેન જીવણભાઈ વસાવા (રહે.દેવ આશિષ સોસાયટી ઘર નં-૨૯ રાજપીપળા તા.નાંદોદ )ના પતિ જીવણભાઈ રણછોડભાઈ વસાવા તા-૨૭/૦૮/૨૦૨૫ના રાતના ૧૧/૦૦ વાગ્યા ના અરસામાં ઘરેથી બહાર જાવ છું તેમ કહી ક્યાંક જતા રહેલ છે જે આજદિન સુધી પરત નહી આવ્યા જે ઘણી શોધખોળ બાદ પણ મળી નહીં આવતા આખરે રાજપીપળા પોલીસ માં જાણ કરતા પોલીસે જીવણભાઇ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.પરિવારમાંથી જાણવા મળ્યા મુજબ જીવણભાઇને બહાર કોઈની સાથે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ તેઓ રાત્રિના સમયે બહાર જાવ છું કહી ગયા બાદ પરત નહીં આવતા પરિવારજનો ચિંતિત છે.

(10:28 PM IST)