<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

રાજ્‍યના ૨૫ જીલ્‍લાના ૧૪૦ તાલુકાઓમાં ૩ ઇંચ સુધીનો વરસાદઃ સીઝનનો કુલ સરેરાશ ૯૧% નોંધાયો

આજે સવાર થી દાહોદ પંથક માં મેઘરાજા ની સટાસટી : ઉકાઇ ડેમ માંથી ૯૯૮૪૬ ક્‍યુસેક પાણી છોડવામાં આવ્‍યું : મધુવન ડેમ ના ૨ દરવાજા હજુ પણ ખુલ્‍લા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ  મેઘરાજા રાજ્‍યના ૨૫ જીલ્‍લાના ૧૪૦ તાલુકાઓમાં ઝરમર થી ૩ ઇંચ સુધી વરસ્‍યા છે, અને આજે સવારથી દાહોદ પંથક માં વધુ હેત વરસાવી રહ્યા છે.

મહારાષ્ટ્ર ના હથનુર ડેમમાંથી પાણી છોડતા ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે ૩૩૬.૦૮ ફૂટે પહોંચી છે. ડેમ માં ૯૯૮૪૬ ક્‍યુસેક પાણી છોડવામાં આવ્‍યું છે, જ્‍યારે દમણગંગા નદીના મધુવન ડેમની જળસપાટી આજે સવારે ૧૦ કલાકે ૭૬.૦૫ મીટરે પહોંચી છે ડેમમાં થી ૮૧૪૨ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે ૪૯૭૭ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના બે દરવાજા ૦.૪૦ મીટર હજુ પણ ખુલ્‍લા છે

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો કડાણા ૭૬ મીમી, સિંઘવડ ૭૪ મીમી, મોરવા હડફ ૬૫ મીમી, ફતેપુરા ૬૧ મીમી, દાહોદ ૪૭ મીમી, હિંમતનગર ૪૬ મીમી, લીમખેડા ૪૪ મીમી, સુરત સિટી ૪૩ મીમી, અને વલસાડ ૪૦ મીમી વરસાદ નોંધાયો છે.

જ્‍યારે નસવાડી ૩૯ મીમી, સંતરામપુર અને નડિયાદ ૩૭ મીમી, ઉમરેઠ ૩૧ મીમી, લુણાવાડા ૨૯ મીમી, ઝાલોદ ૨૮ મીમી, કામરેજ અને ગળતેશ્વર ૨૬ મીમી, તો મેઘરજ અને ઉમરપાડા ૨૫ મીમી વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત રાજ્‍ય ના ૧૧૮ તાલુકાઓમાં ૧ થી ૨૪ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.

(12:00 PM IST)