<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

સુરત શહેર આચાર્ય સંઘની વાર્ષિક સાધારણ સભા એક્‍સપરિમેન્‍ટલ સ્‍કૂલમાં યોજાઈ

 

સાવરકુંડલા, એક્‍સપેરિમેન્‍ટલ સ્‍કૂલના લુથરા ઓડિટોરિયમમાં સુરત શહેર આચાર્ય સંઘની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ કિશોરકુમાર નર્મદાશંકર જાનીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ હતી. આચાર્યશ્રી સ્‍વ.જીતેન્‍દ્રભાઈ પંડિતને શ્રદ્ધાંજલિ અર્પવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્‍યું. સંઘના અધ્‍યક્ષશ્રી વિજયકુમાર બારોટે સ્‍વાગત અને પ્રાસ્‍તાવિક પ્રવચન કર્યું. શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા આચાર્ય સંતાનોની સાથે IMA એટેચમેન્‍ટમાં રાષ્‍ટ્રીય કક્ષાએ બે ગોલ્‍ડ મેડલ સાથે દેશભરમાં પ્રથમ સ્‍થાને રહી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર જલધિરાજ કિશોરકુમાર જાનીને સંઘ દ્વારા સ્‍મળતિભેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા. ત્‍યારબાદ મહામંત્રીશ્રી ભરતભાઈ મકવાણાએ સભાના એજન્‍ડા અનુસાર અહેવાલ રજૂ કર્યો. આ સભામાં સંઘના ઉપપ્રમુખ વિમલભાઈ ચુડાસમા, સંગઠન મંત્રી રાકેશભાઈ પટેલ, કલ્‍યાણનિધિ કન્‍વીનર સુનિલભાઈ જોશી, મહિલા કન્‍વીનર શ્રીમતી સુચિતાબેન સોલંકી, મીડિયા સેલ કન્‍વીનર દક્ષાબેન ક્રિヘન તથા સાધારણ સદસ્‍યો પ્રતાપસિંહ બારસડીયા, મનીષભાઈ પટેલ, રસિકભાઈ ઝાંઝમેરા વગેરેએ સંઘ અને સંગઠનના વિશાળ હિતમાં વિચારો રજૂ કર્યા. અંતે સભાના અધ્‍યક્ષ સ્‍થાનેથી આચાયૅ સંઘના પ્રમુખ કિશોરકુમાર જાનીના પ્રવચનમાં મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ તેમ જ સંઘની પ્રત્‍યેક કામગીરીને બિરદાવી. સંઘના સંગઠન મંત્રી સુનિલકુમાર જાધવે આભારવિધિ કરી અને કાર્યક્રમનું સંચાલન શૈક્ષણિક મંત્રીશ્રી ડૉ.ફાલ્‍ગુનીબેન પટેલે કર્યું હતું.

(1:45 PM IST)