તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Monday, 1st September 2025
પ્રેમ લગ્ન કરવા આવેલ યુવતીને પરિવારજનો અરવલ્લી પોલીસ અધિક્ષકની કચેરી સામેથી કારમાં ઉઠાવી ગયા :યુવકને લમધાર્યો
જાહેરમાં મારામારી અને યુવતીને બળજબરીથી લઈ જવાની ઘટનાને લઈ ટોળા ઉમટ્યા

અરવલ્લી જિલ્લા સેવા સદન અને પોલીસ અધિક્ષક કચેરી સામેના તત્વ આર્કેટમાં બબાલ થઈ છે. મહેસાણા જિલ્લાના યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણમાં યુવકને માર માર્યો હતો. લગ્ન નોંધણી કરાવવા માટે પહોંચેલ યુવકને યુવતીના પરિવારજનોએ માર માર્યો હતો. યુવતીના પરિવારજનો પ્રેમલગ્ન કરવા જઈ રહેલ યુવતીને કારમાં ઉઠાવી લઈ ગયા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જાહેરમાં મારામારી અને યુવતીને બળજબરીથી લઈ જવાની ઘટનાને લઈ ટોળા ઉમટ્યા હતા
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
