News of Monday, 1st September 2025
હરીપુરા ગામે ખાતર લેવા ગયેલ વ્યક્તિને જાતિ વિષયક અપશબ્દો બોલનાર શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના હરીપુરા ગામમાં ખાતર લેવા ગયેલ વ્યક્તિને જાતિ વિષયક અપશબ્દો બોલનાર શખ્સ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપભાઈ ગુજાભાઈ તડવી (રહે.જેતપુર બાર ફળિયા, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ ગઈ તારીખ ૨૯/૦૮/૨૦૨૫ના સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં હરીપુરા ગામે તેઓ ખાતરના ગોડાઉન પર યુરીયા ખાતર લેવા ગયેલ ત્યારે ગોડાઉનના સંચાલક ખુદાબક્ષ ઉર્ફે સવાલી દિન મોહમદ મકરાણી (રહે.હરીપુરા, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા) નાઓ ગોડાઉન બહાર હાજર હોય તેઓને પ્રતાપભાઈ એ પોતાની ઓળખ તડવી (અનુસુચિત જનજાતિ) ની આપેલ હોય અને અનુસુચિત જનજાતિના હોવાનું ખુદાબક્ષ સારી રીતે જાણવા છતાં પ્રતાપભાઈ એ યુરીયા ખાતરની પાંચ થેલીની માંગણી કરતાં ખુદાબક્ષ મકરાણીએ એકદમ ઉશ્કેરાઈ જઈ પ્રતાપભાઈને જાતિ વિષયક અપશબ્દો બોલી મા-બેન સમોણી ગાળો બોલી અહિં લવારા કર્યા વગર સીધેસીધો ચાલ્યો જા નહિતર તને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપી ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે ખુદાબક્ષ મકરાણી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
