News of Tuesday, 2nd September 2025
સુરતના પલસાણામાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતા 2 લોકોના મોત :10થી વધુ લોકો દાઝી ગયા
કામદારો ફસાયા છે કે નહીં તે ચેક કરવા પતરાં તોડતાં ફાટેલા ડ્રમમાંથી વધારે આગ ભભૂકી

સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાની ઘટના બની છે. જેમાં 2 લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકો દાઝી ગયા છે. સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં આજે કારીગરો કામ કરી રહ્યા હતા ત્યારે ડ્રમ ફાટ્યું હતું. બનાવની જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.
બીજી તરફ દાઝેલા લોકોને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.કામદારો ફસાયા છે કે નહીં તે ચેક કરવા પતરાં તોડતાં ફાટેલા ડ્રમમાંથી વધારે આગ ભભૂકી ઊઠી હતી. આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરતા આગે વધારે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.આગ કયા કારણોસર લાગી છે તે હજુ સામે નથી આવી શક્યું. જોકે જ્યારે ડ્રમ ફાટ્યું હતું ત્યારે અવાજ એટલો પ્રચંડ હતો. જેના કારણે અફરાતફરી જોવા મળી હતી.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
