તા. ૨3 ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૬ સોમવાર
News of Tuesday, 2nd September 2025
ગાંધીનગર સ્થિત મધુર ડેરીમાં સાતમીવાર શંકર રાણા ચેરમેન બન્યા
આવનારા સમયમાં 1,000 કરોડ સુધી લઈ જવા લક્ષય : કલોલ માણસા અને દહેગામને મધુર ડેરીમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે

ગાંધીનગર સ્થિત મધુર ડેરીમાં સાતમીવાર શંકર રાણા ચેરમેન બન્યા છે. શંકર રાણાએ જણાવ્યું હતું કે, આજથી 55 વર્ષ પહેલા મધુર ડેરીનું 59 કરોડથી ટર્ન ઓવર શરૂ થયું હતું. આજે મધુર ડેરી 637 કરોડ સુધી ટર્ન ઓવર પહોંચ્યું છે. આવનારા સમયમાં 1,000 કરોડ સુધી લઈ જવા માટેનો લક્ષ્ય નક્કી કર્યો છે. કલોલ માણસા અને દહેગામને મધુર ડેરીમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. ગાંધીનગરમાં જ બીજી નવી ડેરીનું નિર્માણ થયું છે. જેનું લોકાર્પણ થોડા દિવસોમાં થશે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
