News of Tuesday, 2nd September 2025
સુરતના અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ :અનેક લોકોના ડોક્યુમેન્ટ અને નકલી વિઝાઓ જપ્ત
UK, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવેકિયા સહિત યુરોપના વિવિધ દેશોના નકલી વિઝા તૈયાર કરવામાં આવતા હોવાનો ખુલાસો

સુરતમાં PCB અને SOG ની સંયુક્ત કાર્યવાહી હેઠળ અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી એક ફેક્ટરી પકડવામાં આવી છે. પ્રતિક શાહ નામના શખ્સ દ્વારા UK, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવેકિયા સહિત યુરોપના વિવિધ દેશોના નકલી વિઝા તૈયાર કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સ્થળ પરથી અનેક લોકોના ડોક્યુમેન્ટ અને નકલી વિઝાઓ જપ્ત કર્યા છે. મહત્વના પુરાવાઓ મળ્યા બાદ આગળની તપાસ ચાલી રહી છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
