<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર દિપક કોળીને જાહેરમાં તાલિબાની સજા ફટકારતા કૉંગ્રેસનું ડેલીગેશન તેની મુલાકાતે પહોંચ્યું

સામાન્ય ગ્લાસ છૂટો મારવાની ઘટનામાં ચૈતર વસાવાને જામીન નથી મળતા ત્યારે અહીં જાહેરમાં તાલિબાની સજા ફટકારનારાઓ ખુલ્લેઆમ ફરે છે: સંદીપ માંગરોલા : દિપક કોળીને ન્યાય નહિ મળે તો પોલીસ મથકે ઘેરાવ કરવાની સંદીપ માંગરોલાની ચીમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :પીએમ આવાસ યોજના હેઠળ મોટો ભ્રષ્ટાચાર થયો તેની જિલ્લા વહીવટી તંત્રને લેખિત જાણ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા બાબતે સેલંબાના દિપક કોળીને ભાજપના કાર્યકરોના ઈશારે જાહેરમાં તાલિબાની સજા ફટકારી માર મારવાની ઘટના બાદ કૉંગ્રેસનું એક ડેલીગેશન દિપક કોળીની મુલાકાતે પહોંચ્યું હતું.

સંદીપ માંગરોલા સહિત નર્મદા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રણજીત તડવી, ગરુડેશ્વર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ ,સાગબારા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર વસાવા સહિત અન્ય કાર્યકરોએ તાલિબાની સજાનો ભોગ બનનાર દિપક કોળીની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં સંદીપ માંગરોલા એ જણાવ્યું હતું કે દિપક કોળીએ થોડા દિવસ પહેલા જ સેલંબામાં પીએમ આવાસ યોજના હેઠળ મોટો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો.જેની તપાસ આવતા તેની રિસ રાખીને ભાજપના કાર્યકરોના ઈશારે માર મારી તાલિબાની સજા ફટકારી હતી.સ્થાનિક ભાજપના કાર્યકરોએ મહિલાઓને આગળ કરી કાયરતાપણુ બતાવીને દિપક કોળીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો તે ખરેખર નિંદનીય છે.અમારા કૉંગ્રેસના ડેલીગેશને તેઓના ઘરે જઈ સાંત્વના પાઠવી છે.
સંદીપ માંગરોલાએ ડેડીયાપાડા ના ધારાસભ્ય ને ટાંકીને જણાવ્યું કે જ્યારે એક સામાન્ય ગ્લાસ ફેંકી મારવાની ઘટનામાં તેમને બે ત્રણ મહિનાથી જામીન મળતા નથી ત્યારે અહીં એક ગરીબ પરિવારને જાહેરમાં તાલિબાની સજા ફટકારી માર માર્યો અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય છતાં અહીં ભાજપના ઈશારે માર મારનારા ખુલ્લેઆમ ફરી રહ્યા છે જાણે તેમને છૂટો દૌર આપી દીધો હોય તેને અમે સખત શબ્દોમાં વખોડિયે છે.પોલીસ દ્વારા જો આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ નહિ ધરાઇ તો આવનાર દિવસોમાં પોલીસ મથકે ઘેરાવ કરવાની પણ ચીમકી સંદીપ માંગરોલા એ આપી હતી.
સંદીપ માંગરોલાએ ગૃહમંત્રી ને ટાંકીને જણાવ્યું હતું કે તમે કહો છોકે આવી કોઈ ઘટનામાં કોઇપણ ચમરબંધી ને છોડવામાં નહિ આવે ત્યારે ગૃહમંત્રી ને હું કહેવા માગું છું કે તમારી આજુબાજુ જ તમે આવા ચમરબંધીઓ લઈને બેઠા છો, તમારી પાર્ટી જ આવા ચમરબંધી થી ભરેલી છે ત્યારે સામાન્ય ગરીબ માણસો ઉપર રોફ જમાવી રહ્યા છે. અને  પોલીસ પણ આવા ગરીબ લોકો સાથે ન્યાય કરવાને બદલે અન્યાય કરી રહી છે જેને કોઈપણ સંજોગોમાં સાંખી નહિ લેવાય.જો તમે પણ આ બાબતે પગલાં નહીં ભરો તો વિધાનસભા નો ઘેરાવ કરવાની જરૂર પડે તો તે પણ અમે કરવા તૈયાર છે તેમ જણાવ્યું હતું.

(10:31 PM IST)