તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Tuesday, 2nd September 2025
સુરતના ઉમરપાડામાં ફૂટવેરની દુકાનમાં ભીષણ આગ ભભૂકી : ધુમાડાના ગોટેગોટા
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા

સુરત જિલ્લાના ઉમરપાડામાં એક ફૂટવેરની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો સફળ પ્રયાસ કર્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
