<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનો પ્રયાસ નિષ્ફ્ળ : દુબઈથી આવેલ મુસાફર પાસેથી 16 લાખનું સોનુ ઝડપાયું

દાણચોરી કરવા માટે સોનાને ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવવામાં આવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ફરી એકવાર સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી રૂપિયા 16 લાખની કિંમતનું 152 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. દાણચોરોએ આ સોનું સંતાડવા માટે એક અનોખી તરકીબ અપનાવી હતી. દાણચોરી કરવા માટે સોનાને ટ્રોલી બેગના વ્હીલમાં છુપાવવામાં આવ્યું હતું. કસ્ટમ અધિકારીઓએ મુસાફરની હિલચાલ પર શંકા જતા તેની તપાસ કરી હતી અને સોનાનો જથ્થો શોધી કાઢ્યો હતો. કસ્ટમ વિભાગે આ મામલે કસ્ટમ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના દાણચોરી સામે એરપોર્ટ પરની સઘન સુરક્ષા વ્યવસ્થાની સફળતા દર્શાવે છે.

(12:04 AM IST)