<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સલામત ગુજરાતમાં ટુવ્‍હીલર પરની મુસાફરી વધુ અસલામતઃ૩,૭૫૪ લોકોએ જીવ ગુમાવ્‍યો

વર્ષ-૨૦૨૨માં માર્ગ અકસ્‍માતમાં મોતને ભેટેલા ૭૬ ૩૪માંથી ૫૦ ટકાથી વધુ ટુવ્‍હીલર ચાલકોઃ રાજયના રસ્‍તાઓ પર જ પુરૂષ મહિલાએ જીવ ખોયો અકસ્‍માતની સંખ્‍યા જોતા હાઈકોર્ટે પોલીસને હેલ્‍મેટ-રોંગ સાઈડ મામલે કડકાઈ દાખવવા હુકમ કર્યો

અમદાવાદ,તા.૦૩: સલામત ગુજરાતમાં ટુવ્‍હીલર પરની મુસાફરી વધુ અસલામત હોવાનું રોડ અકસ્‍માતમાં થયેલા મોતના આંકડા પરથી સ્‍પષ્ટ થઈ રહ્યું છે. આ આંકડાઓ પરથી ગુજરાત હાઈકોર્ટે હેલ્‍મેટ-રોંગ સાઈડ મુદ્દે પોલીસને કડકાઈ દાખવવા સૂચના આપ્‍યાનું જોવા મળી રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્‍યુરોના ૨૦૨૨ના રોડ અકસ્‍માતના આંકડા જોતા રાજયમાં ૧૦૦૭ મહિલા સહિત કુલ ૭૬૩૪ના લોકોના મોત થયા હતા. જેમાં ૫૦ ટકાથી વધુ એટલે ૩૭૫૪ લોકો ટુવ્‍હીલર પર મુસાફરી દરમિયાન મોતને ભેટયા હતા. અકસ્‍માતના મોતના આંકડામાં રાજ્‍યના રસ્‍તાઓ પર પગપાળા પસાર થનાર ૧૩૯૫ લોકોએ પણ જીવ ગૂમાવવાનો વારો આવ્‍યો હતો.

રાજયમાં અકસ્‍માતના બનાવો વધતા લોકોના મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ખાસ કરીને ઓવરસ્‍પીડને કારણે અકસ્‍માત વધતા હોવાનું તારણ નિકળ્‍યા બાદ રાજ્‍ય સરકારે સ્‍પીડ બેકર ઉપરાંત સ્‍પીડોમીટર મુકીને ઓવરસ્‍પીડમાં જતા વાહનચાલકોને દંડ કરવાની કાર્યવાહી કેટલાક શહેર અને નેશનલ હાઈવે પર શરૂ કરી છે. નેશનલ કાઈમ રેકર્ડ બ્‍યૂરોના ૨૦૨૨ના આંકડા પર નજર કરીએ તો રાજ્‍યમાં ૭૬૩૪ લોકોના મોતને ભેટયા હતા. આ આંકડા મુજબ સૌથી વધુ મોત બાઈક કે અન્‍ય ટુવ્‍હીલર પર મુસાફરી કરનાર ૩૭૫૪ લોકો મોતને ભેટયા જેમાં ૪૪૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ સિવાયર કારમાં મુસાફરી કરનાર ૧૨૩૬, પગપાળા જતા ૧૩૯૫ લોકો, ઓટો, થ્રીવ્‍હીલર કે પેસેન્‍જર કેરીયર્સમાં મુસાફરી કરનાર ૭૮૪ લોકો મોતને ભેટ્‍યા હતા. આમ. બાઈક, કાર, ઓટો, શ્રીવ્‍હીલર અને પેસેન્‍જર કેરીયરમાં મુસાફરી કરનાર લોકોના મોતનો આંકડો વધુ જોવા મળે છે. માર્ગ અકસ્‍માતના મોટાભાગના બનાવો વહેલી પરોઢે કે રાત્રીના સમયે બનતા જોવા મળે છે.

કયા વાહનમાં મુસાફરી દરમિયાન કેટલા લોકોના મોત થયા તેની વિગતો

વાહન      પુરૂષ    સ્‍ત્રી     કુલ મોત

ટ્રક          ૫૨૫    ૪૪      ૫૬૯

બસ         ૭૬      ૨૩      ૯૯

કાર         ૧૦૩૫  ૨૦૧    ૧૨૩૬

પેસેન્‍જર વાહન      ૬૧૪    ૧૭૦       ૭૮૪

ટુવ્‍હીલર    ૩૩૦૮  ૪૪૬    ૩૭૫૪

મોટર વ્‍હિકલ સિવાયના વાહનોમાં મુસાફરી કરતા કેટલા લોકોના મોત

વાહન       પુરૂષ   સ્‍ત્રી     કુલ

સાયકલ     ૧૧૯   ૦૫      ૧૨૪

સા.રીક્ષા    ૦૫     ૦૨      ૦૭

કાર્ટ         ૦૨     ૦૦      ૦૨

પગપાળા      ૧૧૬૯ ૧૯૬   ૧૩૬૫(૪૦.૬)

(3:38 PM IST)