તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
કેદારનાથ ધામમાં સૌરાષ્ટ્રના 47 શ્રદ્ધાળુઓ ફસાયા:બધા સલામત ગૌરીકુંડ પાસે ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતા
ગઈકાલે કોઈનો પણ સંપર્ક ન થતા પરિવારજનો ભારે ચિંતામાં પડી ગયા હતા જો કે આજે સંપર્ક થઈ શકતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.3 : છેલ્લા થોડા વખતથી ઉતરાખંડમાં ભારે વરસાદ,ખરાબ હવામાન લીધે રાજકોટ,મોરબી અને જામનગરના 47 જેટલા શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ પાસે ફસાય ઞયા હતા ગઈકાલે કોઈનો પણ સંપર્ક ન થતા પરિવારજનો ભારે ચિંતામાં પડી ગયા હતા આજે સંપર્ક થઈ શકતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.
આ અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા કલેક્ટર દ્વારા પણ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરતા ફસાયેલા 47 જેટલા શ્રદ્ધાળુઓને બહાર લાવવા કામગીરી હાથ ધરાઈ છે.
ઉલ્લેખની છે કે જામનગર,મોરબી અને રાજકોટ પંથકના શ્રદ્ધાળુઓ થોડા દિવસ પહેલા ઉતરાખંડના ચાર ધામની યાત્રાએ ગયા હતા કેદારનાથ પાસે આવેલ ગૌરીકુંડ પાસે ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતા આ શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. ગઈકાલે આખા દિવસ દરમિયાન મોબાઈલ ઉપર કે બીજી કોઈ રીતના તેમનો સંપર્ક ન થઈ શક્યો હોય પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા પણ આજે સંપર્ક થતા સૌરાષ્ટ્રના તમામ 47 પ્રવાસીઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેઓ ઞૌરીકુંડ પાસે આવેલ હોટલમાં છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
