News of Wednesday, 3rd September 2025
અમદાવાદમાં સરખેજના સકરી તળાવમાં ડૂબી જતા 3ના મોત :પરિવારજનોમાં માતમ છવાયો
તળાવના મધ્ય ભાગે બોટ ઉંધી થઇ જતા યુવકો ડૂબ્યા હતા

અમદાવાદઃ સરખેજના સકરી તળાવમાં ડૂબી જતા 3 યુવકોના મોત થયા છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા . નિર્માણધીન તળાવમાં બોટ લઇને ત્રણેય યુવકો પહોંચ્યા હતા. યુવકો AMCના મેલેરિયા વિભાગની બોટ લઇને તળાવમાં ગયા હતા. તળાવના મધ્ય ભાગે બોટ ઉંધી થઇ જતા યુવકો ડૂબ્યા હતા
ફાયરની ટીમો દ્વારા ભારે જહેમત બાદ રાત્રે બે યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, બાકીના યુવકોની શોધખોળ કરતા વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો યુવકોના મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં માતમ છવાયો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
