<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

મહેસાણાના થોળ વિસ્તારમાં રાધાકૃષ્ણ પાંજરાપોળમાં વધુ 7 ગાયોના મોત: અત્યાર સુધી 27 ગાયના મોત

મહેસાણા મનપા વિસ્તારમાંથી પકડાઈ આવેલી ગાયોને રાખતા હતા :મૃત ગાયોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા તપાસના આધારે કાર્યવાહી કરાશે

મહેસાણાના થોળ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ પાંજરાપોળમાં વધુ 7 ગાયોના મોત થતાં અત્યાર સુધી કુલ 27 ગાયાના મોત થયા છે. પાંજરાપોળ થોળ ગામની સીમમાં સર્વે નંબર 2117ની અંદર 3 વીઘા જમીન પર ભાડા પટ્ટે ચાલી રહ્યું હતું, જેમાં ચારેય બાજુ વરંડો અને આગળ પતરા મારેલા હતા. અહીં મહેસાણા મનપા વિસ્તારમાંથી પકડાઈ આવેલી ગાયોને રાખવામાં આવતી હતી. આ મામલે બાવલું પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ થઇ છે અને મૃત ગાયોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા તપાસના આધારે કાર્યવાહી કરાશે. પાંજરાપોળ કોણ ચલાવતું હતું અને કોના નામે હતું, તેની જાણ સ્થાનિક ગ્રામ પંચાયતને પણ ન હતી.

(1:31 PM IST)