News of Wednesday, 3rd September 2025
કેદારનાથધામમાં સૌરાષ્ટ્રના ૪૭ શ્રદ્ધાળુઓ ફસાયાઃ બધા સલામત : જુઓ વિડિઓ
ગૌરીકુંડ પાસે ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતા ગઈકાલે કોઈનો પણ સંપર્ક ન થતા પરિવારજનો ભારે ચિંતામાં પડી ગયા હતા જો કે આજે સંપર્ક થઈ શકતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો

ટંકારાઃ મોરબી, રાજકોટ અને જામનગરથી ચારધામ જાત્રાએ ગયેલા સિનિયર સીટીઝનનું ગ્રુપ ભારે વરસાદને કારણે હાલમાં ઉત્તરાખંડમા ગૌરીકુંડ પાસે ફસાઈ ગયુ હોવાની વિગતો સામે આવી છે. જો કે, હાલમાં તમામ યાત્રિકો સલામત છે. સમગ્ર મામલે રાજકોટ કલેકટર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી છે.(તસ્વીરઃ- જયેશ ભટ્ટાસણા-ટંકારા)
(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૩: છેલ્લા થોડા વખતથી ઉતરાખંડમાં ભારે વરસાદ,ખરાબ હવામાન લીધે રાજકોટ,મોરબી અને જામનગરના ૪૭ જેટલા શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ પાસે ફસાય ઞયા હતા ગઈકાલે કોઈનો પણ સંપર્ક ન થતા પરિવારજનો ભારે ચિંતામાં પડી ગયા હતા આજે સંપર્ક થઈ શકતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.
આ અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ થતા કલેક્ટર દ્વારા પણ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરતા ફસાયેલા ૪૭ જેટલા શ્રદ્ધાળુઓને બહાર લાવવા કામગીરી હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે જામનગર, મોરબી અને રાજકોટ પંથકના શ્રદ્ધાળુઓ થોડા દિવસ પહેલા ઉતરાખંડના ચાર ધામની યાત્રાએ ગયા હતા કેદારનાથ પાસે આવેલ ગૌરીકુંડ પાસે ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતા આ શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. ગઈકાલે આખા દિવસ દરમિયાન મોબાઈલ ઉપર કે બીજી કોઈ રીતના તેમનો સંપર્ક ન થઈ શકયો હોય પરિવારજનો ચિંતામાં પડી ગયા હતા પણ આજે સંપર્ક થતા સૌરાષ્ટ્રના તમામ ૪૭ પ્રવાસીઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેઓ ગૌરીકુંડ પાસે આવેલ હોટલમાં છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
