<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

રાજકોટ વીજ તંત્રના ચીફ ઇજનેર વાળાની વડોદરા બદલીઃ દહિયાને પ્રમોશનઃ અમરેલી મૂકાયા

રાજકોટ તા. ૩: ગુજરાત વીજ બોર્ડે એક મહત્‍વનો ઓર્ડર કરી પીજીવીસીએલના ચીફ ઇજનેર આર. જે. વાળાની વડોદરા ટ્રાન્‍સફર કરી ટેકનિકલ ડીપાર્ટમેન્‍ટમાં મૂકયા છે.

રાજકોટ વીજ તંત્રે એડી. ચીફ ઇજનેર શ્રી કે. બી. શાહને શ્રી વાળાની બદલી થતા વધારાનો ચાર્જ સોંપ્‍યો છે.

આ ઉપરાંત કોર્પોરેટ ઓફીસના એકઝી. ઇજનેર શ્રી જે. એસ. દહીયાને પ્રમોશન આપી અમરેલી-સુપ્રિ. ઇજનેર તરીકે નિમણુંક આપી છે.

વીજ તંત્રે બે ડે. ઇજનેર બી. એલ. ટાંકને એકઝી. ઇજનેરના પ્રમોશન સાથે રાજકોટ કોર્પોરેટ ઓફીસમાં તો પી. જી. કણઝારીયાને પ્રમોશન સાથે મોરબી મૂકયાનું અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(4:16 PM IST)