<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

બાળકોને મોબાઇલનો મોહ મુકાવીને મેદાને મોકલોઃ કલેકટર મેહુલ દવે

ગાંધીનગર પંથકમાં ગામડે-ગામડે કલેકટરનો સંદેશ

ગાંધીનગર, તા. ૩: સરકાર મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાતની કલ્‍પના કરતા ઘણા પ્રયાસો કરી રહી છે, પણ અજાણતા આપણે આપણી નવી પેઢીને કુટેવો આપી નથી રહ્યા ને, એ હવે આપણે જોવાનું છે. મોબાઈલ પકડાવી, ટીવી નું રીમોટ પકડાવી બાળકોને મેદાન ભૂલવાળી તો નથી રહ્યા ને તે હવે આપણે જોવાનું. તેમ ગાંધીનગર જિલ્લા કલકેટર શ્રી મેહુલ દવેનું કહેવુ છે.

આંતરરાષ્‍ટ્રીય રમત દિવસ અંતર્ગત હમણાં જ આપણે ફિટનેસ અંગે ઘણા બધા કાર્યક્રમો કર્યા. સાયક્‍લોથન નું આયોજન પણ કર્યું, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સાયકલિંગ એ શરીરને સુડોળ અને મજબૂત બનાવવાની શ્રેષ્ઠ એક્‍સરસાઇઝ છે. આ સિવાય આપણી દેશી રમતો, જેવી કે ખોખો, કબડ્ડી, સંતાકુકડી, પકડ દાવ, આંબલી પીપળી, સાતોડિયું, ગીલી ડંડો આ બધી રમતો થી પણ શરીરને સુડોળ મજબૂત અને સ્‍વસ્‍થ રાખવામાં ઘણી મદદ મળે છે, એટલે જ આપણા વડવાઓ ઘણા વર્ષો સુધી સ્‍વસ્‍થ અને મસ્‍ત જીવન જીવી શકયા છે.

માત્ર ઓનલાઇન ગેમિંગ નહીં હવે મલખમ, કુસ્‍તી સાથે મસ્‍તી કરવા બાળકને મેદાનમાં પહોંચાડવાની જવાબદારી પણ આપણી છે. સાથે સાથે તેમને પૌષ્ટિક વાનગીઓનું ઘેલું લાગે તે પણ આપણા હાથમાં છે. ચાલો તો સાથે મળી સંકલ્‍પ કરીએ, આપણા બાળકોના હાથમાં મોબાઈલ નહીં આપીએ, ટીવીની લત નહીં લગાડીએ પોતે પણ મેદાનમાં રમશું અને બાળકોને પણ રમાડીશું ખરું ને!!!

કલેકટરશ્રી ગાંધીનગર, મેહુલ કે. દવે પણ આજ વાત લઈ ગામડે ગામડે દરેક મા-બાપને સચેત કરી રહ્યા છે. અને સંસ્‍કળતિ તથા સભ્‍યતા સાથે બાળકોના સ્‍વાસ્‍થ્‍યનું પણ ધ્‍યાન રાખતા મોબાઈલની લત છોડાવી, મેદાનમાં મોકલવા અનુરોધ કરે છે.અને જમતી વખતે મોબાઈલ બિલકુલ નહીં વાપરવા સહ પરિવાર જમવાથી તથા અઠવાડિયામાં એક કે બે દિવસ મોબાઈલ બિલકુલ ન વાપરવાના એક પ્રકારના ઉપવાસથી પરિવારમાં એકતા અને લાગણી ખૂબ જ મજબૂત બને છે માટે આ પ્રયોગ દરેક પરિવારે કરવો જ જોઈએ, તેવું કલેક્‍ટરશ્રીનું સ્‍પષ્ટ પણે માનવું છે.

(2:09 PM IST)