<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

બનાવટી પાસપોર્ટ લેનાર વિશ્વના કયા દેશમાં છે? અન્‍ય કોણ સંડોવાયુ છે? આરોપી ૬ દિવસના રિમાન્‍ડ પર

દેશ દુનિયાના બનાવટી પાસપોર્ટ ફેક્‍ટરી ઝડપાવાના પગલે..વિદેશ મંત્રાલય ચોંકી ઉઠ્‍યું... તુરંત દિલ્‍હીથી વિશેષ ટીમનુ આગમન : સુરત સીપી અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી રાજદીપસિંહ નકુમની તાકીદની બેઠકમાં પ્રશ્‍નાવલી તૈયાર પૂછપરછ માટે PCB પીઆઇ આર. એસ સુવેરા, અને sog પીઆઇ અશોક ચીધરી ટીમે જવાબદારી સાંભળી

રાજકોટ તા.૩: સુરતમાં યુરોપ સહિત વિશ્વના કોઈપણ દેશના પાસપોર્ટ, વિઝા જેવા બનાવટી દસ્‍તાવેજો બનાવતી આખી ફેક્‍ટરી પોલીસ કમિ‘ર અનુપસિંહ ગેહલોત અને નાયબ પોલીસ કમિશનર sog રાજદીપસિંહ નકુમના નેતળત્‍વ હેઠળ PCB/ SOG ટીમ દ્વાર વિશેષ ઓપરેશનમાં ઝડપી લેવાના પગલાંના પડઘા દિલ્‍હી વિદેશ મંત્રાલય સુધી પાડ્‍યા છે , દિલ્‍હીના ટોચના જવાબદાર અધિકારીઓ દ્વારા પોલીસ કમિશનર પાસેથી આ મામલાની વિગતો મેળવી, અને તુરંત સુરત આવી રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ પ્રકરણના અત્‍યાર સુધીમાં કેટલા બનાવટી પાસપોર્ટ, વિઝા વિગેરે બન્‍યા, કોણે કોણે આવા બનાવટી પાસપોર્ટ મેળવ્‍યા છે, અને હાલ ભારત સહિત વિદેશના કયા કયા દેશમાં છે તેની વિગત મેળવવા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને ડીસીપી રાજદીપસિંહ નકુમની તાકીદની બેઠકમાં આ મામલાના દરેક આરોપી સુધી પહોંચવા કેટલીક રણનીતિ તૈયાર કરી છે, જેના ભાગરૂપ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ. સુવેરા તથા અશોક ચૌધરી દ્વાર સર્વાંગી પૂછપરછ માટે અદાલતમાંથી ૬ દિવસના આરોપી પ્રતીક શાહના રિમાન્‍ડ મેળવાયા છે.                            

એક ડઝન જેટલા અપરાધ પોલીસ રેકોર્ડ પર બોલી રહ્યા છે, તેવા ઙ્કતિક શાહ સાથે આવડા મોટા નેટવર્કમાં બીજા કોની કોની મદદ મળી છે? સંબંધક વિભાગના કોઈ અધિકારી કે સ્‍ટાફની સંડોવણી છે કે કેમ? તે બાબત પણ રિમાન્‍ડ દરમિયાન મેળવશે તેમ sog પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અશોક ચીધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.

(2:41 PM IST)