<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

જન અધિકાર અભિયાન આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ માટે પક્ષને મજબૂત બનાવશેઃ ગ્યાસૂદીન શેખ

ભરૂચમાં કોગ્રેસનું જન અધિકાર અભિયાનઃ સ્થાનિક ચૂંટણી માટે રણનીતિ ઘડાઇ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિઍ ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન અંતર્ગત ઍક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ બેઠકના અધ્યક્ષસ્થાને રહ્ના હતા.

બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સંગઠનને સક્રિય કરવાનો હોવાનો જણાવાયું છે.

બેઠકમાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે,આ અભિયાન આવનારી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ માટે પણ પાર્ટીને મજબૂત બનાવશે. કાર્યકર્તાઓને મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારની નિષ્ફળતા જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકના અંતે કાર્યકર્તાઓઍ ઘરે-ઘરે જઈને કોંગ્રેસની નીતિઓ લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. આ અભિયાન દ્વારા પાર્ટી આગામી ચૂંટણીઓમાં સફળતા મેળવવાની આશા રાખે છે,

(3:02 PM IST)