તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 3rd September 2025
‘ડચકા’ ખાતી માધ્યમિક શાળાઓને લાગશે તાળા, તપાસ કરશે સત્તાવાળા
સ્વનિર્ભર શાળાઓમાં નબળુ પરિણામ કે વિદ્યાર્થીઓની સાવ ઓછી સંખ્યા નહિ ચાલે વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓની મંજૂરી રદ કરવા સહિતના તોળાતા પગલાઃ શિક્ષણ બોર્ડ આકરા પાણીઍ

રાજકોટ તા.૩ઃ રાજયભરમાં નબળુ પરિણામ ધરાવતી માધ્યમિક શાળાઓ સામે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તપાસ કરી જરૂરિયાત મુજબ પગલા લેવાનું નક્કી કરવામાં આવેલ છે. ગઇકાલે બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની વિડીયો કોન્ફરન્સ યોજી નબળી સ્વનિર્ભર શાળાઓની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવ્યાનું જાણવા મળે છે. સ્વનિર્ભર શાળાઓ (ધો.૯થી૧૨)ને સરકાર દ્વારા કોઇ આર્થિક સહાય અપાતી નથી પણ મંજુરીના પાટીયાનો દુરૂપયોગ ન થાય તે હેતુથી તપાસ થશે ડચકા ખાતી સ્વનિર્ભર શાળાઓને તાળા લાગવાના ભણકારા વાગી રહયા છે. કોઇના અમૂક વર્ગનો કોઇની સમગ્ર શાળા બંધ થઇ શકે છે.
જે સ્વનિર્ભર શાળાનું પરિણામ નબળુ હોય સંખ્યા (વિદ્યાર્થીઓ) નહિવત હોય. વગેરે જેવા કારણોસર તપાસ થશે. ‘ડચકા’ ખાતી શાળાઓની સંખ્યા રાજયમાં મોટી હોવાનું માનવામાં આવે છે. સરકાર દ્વારા તપાસ અને સંચાલકોને સાંભળ્યા બાદ શાળાની મંજુરી રદ કરવા અંગે આખરી નિર્ણય થશે. નબળા પરિણામવાળી શાળાઓ સામે અધિનિયમ ૯-ક હેઠળ પગલા લેવાની જાગવાઇ છે.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
