<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

મહુવામાં સ્નાન કરવા ગયેલા બે યુવકો દરિયામાં ડૂબ્યા :એકનું મોત;એક યુવકને બચાવી લેવાયો

જળ જીરણી અગિયારસ હોવાથી ઘણા લોકો દરિયા કિનારે સ્નાન કરવા પહોંચ્યા હતા

મહુવામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે જળ જીરણી અગિયારસ હોવાથી ઘણા લોકો દરિયા કિનારે સ્નાન કરવા પહોંચ્યા હતા.. દરમ્યાન સ્નાન કરવા ગયેલા બે યુવકો દરિયામાં ડૂબ્યા હતા.. સ્થાનિક તરવૈયાઓએ તુરંત બન્ને યુવકોને બચાવવા માટે દરિયામાં ઝંપલાવ્યુ હતું.. જો કે બે યુવકો પૈકી એકને બચાવી શકાયો હતો જ્યારે એકનું મોત થયું હતું.   

મૃતક યુવકની ઓળખ યોગેશ મગાનભાઈ ચૌહાણ (ઉં.વ.35) તરીકે થઇ છે.. મૃતકના મૃતદેહને પીએમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે ગઇકાલે જ અમદાવાદમાં ત્રણ યુવકો તળાવમાં ડૂબી જવાની ઘટના ઘટી હતી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં ત્રણ યુવકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોડી લઈને તળાવમાં ગયા હતા. થોડા સમય બાદ કોઈ અગમ્ય કારણોસર તેમની હોડી પલટી ગઈ હતી અને ત્રણેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે તરત જ બચાવ કામગીરી અને શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી અને ફાયર વિભાગની સતત મહેનત બાદ બે મૃતદેહો મળી આવ્યા હતા જ્યારે એક યુવકની શોધખોળ હાથ ધરાઇ હતી.

 

(7:19 PM IST)