<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ભાજપનાં નેતાનો પક્ષના નેતા સામે મોરચો :પૂનમ મકવાણાએ બોગસ ખેડૂત ખાતેદારને લઈ રમણલાલ વોરા સામે કર્યા આક્ષેપ

પૂનમ મકવાણાએ રમણલાલ વોરા સામે અરજી કરી અને ગાંધીનગર કલેક્ટરને પત્ર લખી ગંભીર આરોપ લગાવી કાર્યવાહીની માગ કરી

અમદાવાદ : રાજ્યમાં વધુ એક ભાજપનાં નેતાએ પોતાની જ પાર્ટીનાં નેતા સામે મોરચો માંડ્યો છે. પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. બોગસ ખેડૂત ખાતેદારને લઈ રમણલાલ વોરા પર ગંભીર આક્ષેપ કર્યા છે. પૂનમ મકવાણાએ રમણલાલ વોરા સામે અરજી કરી છે અને ગાંધીનગર કલેક્ટરને પત્ર લખી ગંભીર આરોપ લગાવી કાર્યવાહીની માગ કરી છે.

ભાજપનાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ વર્તમાન ધારાસભ્ય મણલાલ વોરા સામે મોરચો માંડ્યો છે. બોગસ ખેડૂત ખાતેદારને લઈ રમણલાલ વોરા પર પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ ગંભીર આક્ષેપ કર્યા છે.  પૂનમ મકવાણાએ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં ગંભીર આરોપો સાથે કાર્યવાહીની માગ કરી છે. પૂનમ મકવાણાએ પત્રમાં આરોપ લગાવી કહ્યું કે, વર્ષ 2004 માં પાલજમાં અમે જમીન ખરીદી હતી. એ સમયે રમણ વોરા ખેડૂત ખાતેદાર નહોતા. દસ્ક્રોઈનાં ઓગણજનાં રમણભાઈ ઈશ્વરભાઈનાં નામે ઉતારો લીધો હતો. વર્ષ 2016 માં બે થી અઢી કરોડમાં ઈડરનાં પટેલને એ જમીન વેચી હતી.

તેમણે આગળ જણાવ્યું કે, ઈડરનાં પટેલે 13 કરોડથી વધુમાં એ જમીન રમણવોરાના દીકરાને વેચી હતી. પરંતુ, બેંકમાં ચેકનાં કોઈ જ ટ્રાન્ઝેક્શન જ નથી, આથી ટેક્સ ચોરીનો પણ ગુનો બને છે. તેમણે આરોપ લગાવ્યો કે, ખેડૂત ન હોવા છતાં બોગસ પ્રમાણપત્ર બનાવ્યું હતું. અગાઉ ઘાટલોડિયા મામલતદારે નોટિસ પાઠવી હતી. ગાંધીનગર મામલતદારને પણ પત્ર મોકલી જવાબ માગ્યો હતો. તેમણે માગ કરી કે રમણલાલ વોરા સામે કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ.

(8:41 PM IST)