<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

રવિવારે ચંદ્રગ્રહણના કારણે પાવાગઢમાં મહાકાળી નિજ મંદિર બંધ રહેશે: દર્શનના સમયમાં ફેરફાર

7 સપ્ટેમ્બર રવિવારે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે: ચંદ્ર ગ્રહણના દિવસે સવારે 5.00 કલાકે પાવાગઢ મંદિરમાં આરતી થશે

અમદાવાદ : આગામી 7 સપ્ટેમ્બરે રવિવારે પૂનમ છે અને ચંદ્રગ્રહણ પણ છે જેના કારણે રાજ્યના અલગ અલગ મંદિરોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે જેથી ભક્તોને અગવડ ના પડે અને આ પ્રમાણે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરમાં પણ સમયનો ફેરફાર કરવામાં આવ્યો છે

પાવાગઢનું મહાકાળી મંદિર ચંદ્રગ્રહણના દિવસે બંધ રહેશે. 7 સપ્ટેમ્બર રવિવારે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બંધ રહેશે. 7 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણના દિવસે સવારે 5.00 કલાકે પાવાગઢ મંદિરમાં આરતી થશે

 

મહાકાળી મંદિરમાં સવારે 5 થી બપોરે 12 વાગ્યા સુધી જ દર્શન થઇ શકશે અને ત્યારબાદ 12 વાગ્યા બાદ મંદિરના કપાટ બંધ કરાશે જેથી ભક્તો બપોરના 12 વાગ્યા સુધી જ માતાજીના દર્શન કરી શકશે ત્યારબાદ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ 8 સપ્ટેમ્બરે સવારે 6.00 કલાકે મંદિર ખુલશે અને 8 તારીખથી મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે

(9:51 PM IST)