<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

તિલકવાડાના કંથરપુરા ગામે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભામાં ૫૦૦ જેવા લોકોએ આપનો ખેસ ધારણ કર્યો

નર્મદા જિલ્લા બીજેપીમાંથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ અને બે વાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલ દિનેશભાઈ તડવીએ પણ બીજેપીનો છેડો ફાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ અને બે વાર તાલુકા પંચાયત માં ચૂંટાયેલ એવા દિનેશભાઈ રામાભાઈ તડવી ગામ ડાભેડ જેઓ ખુબ મોટી સંખ્યામાં ભાજપનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આજુબાજુ ગામના માજી સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને કંથરપુરા, મરસણ, વાસણ, વીરપુર, રેગણ કોલોની, વડીયા ટેકરા, ઘાણીખોર, ડાભેડ, કાટકોઈ, વ્યાધર જેવા આજુબાજુના ગામોમાંથી યુવાનો ગામના વડીલો એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો ફાડી ૫૦૦ થી પણ વધુ લોકોએ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઇ વસાવા, મુકેશ બારીયા અને તેમની ટીમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વિચારધારા અને પાર્ટીની કામગીરી, પાર્ટીની વિચારધારા સાથે દિવસેને દિવસે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી લોકો જોડાઈ રહ્યા છે.

(11:14 PM IST)