<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

તિલકવાડા તાલુકાના રામપુરી નજીકથી પસાર થતી અશ્વિન નદીનો બ્રિજ પાણીમાં થયો ગરકાવ

રામપુરી પીછીપુરાથી ઉતાવળીને જોડતો મુખ્ય રસ્તો પુલ પાણીમાં ડુબતા બંધ થયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના રામપુરી ગામ નજીક થી અશ્વિન નદી પસાર થાય છે. અને સામે કાઠે પીછીપુરા ગામ આવેલું છે. આ બંને ગામ વચ્ચે અશ્વિન નદી ઉપર નીચી સપાટીનો બ્રિજ આવેલો છે. હાલ પડી રહેલા ભારે વરસાદને પગલે અશ્વિન નદીમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ છે જેના કારણે અશ્વિન નદી ઉપર આવેલો બ્રિજ પાણીમાં ગળકાવ થયો છે, રામપુરી અને પીછીપુરા વચ્ચેનો રસ્તો બંધ થતા સામે કાઠે આવેલ પીછીપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે.  ત્યારે નર્મદા જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે ગઈ કાલ મોડી સાંજ થી જ સતત એક વરસાદ પડી રહ્યો છે. ઉપારવાસમાં પણ ભારે વરસાદ પડતા નસવાડી તરફથી આવતી અશ્વિન નદીમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ છે. આ રસ્તો રામપુરી થી પીછીપુરા થઈને ઉતાવળી ચોકડી તરફ જતો મુખ્ય રસ્તો છે રાત દિવસ આ રસ્તે લોકોની અવર જવર થતી હોય છે પીછીપુરા ગામના બાળકો પણ રામપુરી ગામની શાળામાં અભ્યાસ માટે આવતા હોય છે પરંતુ હાલ આ બ્રિજ પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થતા સામે કાંઠે આવેલ પીછીપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે

(10:44 PM IST)