તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Thursday, 4th September 2025
મોટી ભમરી ગામે બાઇક જતા બે વ્યક્તિઓને પંચ અને પાઇપ વડે મારનાર બે સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામમાં કોઈક કારણોસર બે વ્યક્તિઓ પર હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે
જગદીશભાઇ પાંડયાભાઇ વસાવા ઉં.વ-૨૬ ધંધો-મજુરી રહે. મોટી ભમરી નિશાળ ફળીયુ નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા કે પ્રકાશભાઇ જયરામભાઇ વસાવા નાઓ સાથે મોટર સાયકલ ઉપર બેસીને પોતાના ઘર તરફ જતા હતા તે વખતે રાત્રેના આશરે સાડા નવ વાગ્યાના અરસામાં મોટી ભમરી ગામની સીમમાં સંદિપભાઇ રામજીભાઈ વસાવા નાઓના ઘર પાસે (૧) વિકેશભાઇ વીરસીંગભાઇ વસાવા તથા (૨) શૈલેન્દ્રભાઇ મંગાભાઇ વસાવા (બન્ને રહે. મોટી ભમરી નવીનગરી) નાએ જગદીશભાઈ ને પંચ વડે જમણા ગાલના ભાગે તથા પાઇપ વડે માથાના ભાગે એક સપાટો મારી દઇ ચામડી ફાટી જઇ ઇજા પહોંચાડી હોય રાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
