<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

યુવકને બાવળા નગર પાલિકાના મહિલા પ્રમુખે લાફો મારી દીધો

રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો નિકાલ આવતો નથીઃબાવળા શહેરમાં એક યુવક પાણી મુદ્દે રજૂઆત કરવા ગયો ત્યારે નગર પાલિકાના પ્રમુખે તેને લાફો મારી દીધો

અમદાવાદ, તા.૪

ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓ માટે સરકાર પ્રયાસો કરી રહી છે. સરકાર લોકોને સુવિધાઓ આપવાના દાવા કરી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં એક યુવક પાણી મુદ્દે રજૂઆત કરવા ગયો ત્યારે નગર પાલિકાના પ્રમુખે તેને લાફો મારી દીધો હતો. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નગર પાલિકાના પ્રમુખે લાફો મારતા મામલો બિચક્યો હતો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે બાવળા નગરના રહીશો તંત્રથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શહેરના ઇન્દ્રપ્રસ્થમાં રહેતા યુવકે પાણી અંગે રજૂઆત કરવા જતા મહિલા મેયરે તેને લાફો મારી દેતા મામલો બિચક્યો હતો. ઇન્દ્રપ્રસ્થના રહીશ યુવકે સોસાયટી અને જાહેર માર્ગો ઉપર ભરાયેલા પાણી અંગે રજૂઆત કરી હતી.બાવળા નગરની હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનો નિકાલ આવતો નથી.

નગરપાલિકામાં ફરિયાદ કરનારા સામાજિક કાર્યકરો અને વિપક્ષના નેતાઓ સામે ભાજપના કોર્પોરેટરો અને કાર્યકરો ફરિયાદો કરતા હોય છે. ત્યારે મહિલા મેયરે યુવકને લાફો મારી દેતા મામલો બિચક્યો હતો. સોસાયટીના રહિશો નગરપાલિકાના પ્રમુખ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. લોકોની રજૂઆતને આધારે બાવળા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(11:08 PM IST)