News of Thursday, 4th September 2025
ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી
નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરાયા છેઃપાનમ ડેમમાંથી ૮૫,૦૦૦ ક્યુસેક પાણી નદી છોડાયું છે ડેમના ૬ ગેટ ૧૦ ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું છે

અમદાવાદ, તા.૪
પાનમ ડેમમાં પાણી આવકમાં સતત વધારો થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે. પાનમ ડેમમાંથી ૮૫,૦૦૦ ક્યુસેક પાણી નદી છોડાયું છે. ડેમના ૬ ગેટ ૧૦ ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું છે. નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરાયા છે. પાનમ નદીમાં હજુ વધુ પાણી છોડાઇ શકે તેવી શક્યાઓ વ્યક્ત કરવામાં આવી છે.ઉપરવાસમાં સતત વરસાદને લઈ પાનમ ડેમમાં પાણી આવક સતત વધી રહી છે. પાનમ ડેમમાં પાણીની આવક વધતા ૮૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં ૬ ગેટ ૧૦ ફૂટ સુધી ખોલી પાનમ નદીમાં પાણી છોડાયું છે. નદી કાંઠાના તમામ ગામો એલર્ટ કરાયા છે. પાણીની આવક જોતા હજુ વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવી શકે છે.
રાજ્યમા હાલમાં ૧૧૩ ડેમમાં ૯૦ ટકાથી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ પર મુકાયા છે. ૨૭ ડેમમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો જથ્થો હોવાથી એલર્ટ પર રખાયા છે. જ્યારે ૭૦થી ૮૦ ટકા પાણીનો જથ્થો ધરાવતા ૧૦ ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. ૫૬ ડેમ એવા છે જેમાં ૭૦ ટકાથી ઓછો પાણીનો જથ્થો છે.રાજ્યના ૨૦૭ ડેમમાં ૮૫.૨૨ ટકા વરસાદ ખાબક્યો છે.નર્મદા ડેમમાં હાલ ૮૯.૭૫ ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૭૬, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૯૪, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૮૧.૭૩ અને કચ્છના ૨૦ ડેમમાં ૫૯.૯૫ ટકા પાણીનો જથ્થો છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
