<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 92.64 ટકા વરસ્યો : ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ તો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ

કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 85.14 ટકા, મધ્ય પૂર્વ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 93.79 ટકા થયો

અમદાવાદ : રાજયમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે એ દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 92.64 ટકા વરસ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ તો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ 96.94 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો સરેરાશ વરસાદ 84.74 ટકા, કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 85.14 ટકા, મધ્ય પૂર્વ ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 93.79 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં મોસમનો સરેરાશ વરસાદ 96.91 ટકા વરસાદ વરસ્યો હતો.

(11:28 PM IST)